મિત્રો, તા. 12 જાન્યુઆરી એટલે કે ભારતીય યુવાઓના મહાન આદર્શ શ્રી સ્વામી વિવેકાનંદજીનો જન્મ
દિવસ છે. સ્વામીજીએ આ પૃથ્વી છોડ્યાને 113 વર્ષ પછી પણ તેમના તેજમાં કોઇ કમી નથી
આવી, ઉલ્ટુ યુવાઓમાં તેમના માટે આકર્ષણ વધતુ જ જાય છે.
થોડા મહિનાઓ પહેલા ભારતમાં લોકસભાની ચુંટણીઓ (વર્ષ 2014) ચાલતી હતી ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભારતના યુવાઓના આદર્શ અને મહાન
સંત શ્રી સ્વામી વિવેકાનંદના ચહેરાનો ભરપૂર ‘ઉપયોગ’ કરાયો હતો. ચુંટણી
સમયે યુવાનોને આકર્ષિત કરવા માટે દેશભરમાં સમગ્ર જગ્યાએ
કરોડો રૂપીયાનો ખર્ચ કરીને સ્વામીજીના બેનરો / પોસ્ટરો લગાવાયા હતા. પરંતુ આજે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને વિવિધ કાર્યક્રમો
ગુજરાતમાં યોજાઇ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા સ્વામીજીને 1% પણ યાદ કરવામા નથી આવ્યા. આ સમીટમાં
આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાનુભૂવો અને વિવિધ ઉદ્યોગપતિઓ
આવવાના છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ ઝળકાવનાર સ્વામી વિવેકાનંદ કોઇ નેતાને કેમ યાદ ન આવ્યા? શું ફક્ત યુવા વર્ગને મતદાનમાં આકર્ષવા
માટે જ સ્વામી વિવેકાનંદના ચહેરાનો ‘ઉપયોગ’ કરાયો હતો?